ગુજરાતે પાછલા બે દાયકામાં પ્રભાવક પ્રોત્સાહક અને ધબકતા વાઇબ્રન્ટ વિકાસ અને અર્થતંત્રની તેજ રફતાર પકડી છે. ગુજરાતમાં પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં બે દશક દરમ્યાન એવું વાઇબ્રન્ટ અર્થતંત્ર વિકસ્યું છે કે દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં ટકી શકે અને બદલાવને યોગ્ય પ્રતિસાદ આપી શકે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૦ મી વાયબ્રન્ટ સમિતના ઉપલક્ષમાં દિલ્હીમાં સંબોધન કરતા જણાવ્યું હતું. તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશે આર્થિક, સામાજિક વિકાસના ક્ષેત્રે પ્રગતિની નવી દિશા કંડારી છે, ત્યારે તેમના પદચિન્હો પર ચાલતાં ગુજરાતે પણ વિકાસની આ તેજ રફતાર પકડી છે.તેમ પણ ઉમેર્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૨૦૨૨માં યોજોનારી ૧૦મી એડિશન સંદર્ભમાં દેશની રાજધાની નવી દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે બેઠક યોજીને રાજ્યના ચોતરફા વિકાસની ગાથા પ્રસ્તુત કરી હતી. અને આ વાયબ્રન્ટ સમિટનો નવતર વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૦૩માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપ્યો હતો તેની ભૂમિકા આપી હતી. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીના દિશા દર્શનમાં હવે તો આ સમિટ ગ્લોબલ નોલેજ શેરિંગ નેટવ‹કગનું વૈશ્વિકક પ્લેટફોર્મ બની ગઈ છે. મુખ્યમંત્રી એ જણાવ્યું કે, આગામી ૧૦ જોન્યુઆરી ૨૦૨૨ના રોજ આ ગ્લોબલ સમિટનો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવશે.આ અવસરે દેશનાં વિવિધ રાજ્યોના વડા, વિશ્વના અન્ય દેશોના વરિષ્ઠ મહાનુભાવ, ગ્લોબલ સી.ઈ.ઓ; વિવિધ લક્ષી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ વિચારકો અને ભારત સરકારના મંત્રીઓ પણ ઉપÂસ્થત રહેશે
મુખ્ય મંત્રીએ જણાવ્યું કે, દેશ અને દુનિયાના વેપાર ઉદ્યોગકારો માટે ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેÂસ્ટનેશન બન્યું છે.ગુજરાતે દેશમાં સૌથી વધુ એફ.ડી.આઈ એટલે કે ૨૧.૯ યુ.એસ. બિલિયન ડોલર જેટલું રોકાણ ૨૦૨૧ના વર્ષમાં મેળવ્યું છે. એટલું જ નહીં લીડ્‌સ ઇન્ડેક્ષમાં પણ ગુજરાતે ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૧માં ટોપ પર રહી સફળતાની હેટ્રિક નોંધાવી છે એમ તેમણે ગૌરવ ઉમેર્યું હતું. ભારતના ભાવિ વિકાસ-ગ્રોથની શહેરમાં મેગા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બનશે. ગુજરાત ધોલેરા સર, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, ગીફ્ટ સિટી, ડ્રીમ સિટી જેવા પ્રોજેક્ટ સાથે આવા મેગા પ્રોજેક્ટ ક્ષેત્રમાં પણ યોગદાન આપશે એમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
કચ્છમાં આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ સોલાર અને વિન્ડ રિન્યુએબલ એનર્જી પાર્ક દ્વારા દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં વધારાના ૩૦ ગીગાવોટનું પ્રદાન ૨૦૨૩ સુધીમાં ગુજરાત આપતું થશે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સીની સાથે ગુજરાત તીવ્રગતિથી વૈશ્વિકક કંપનીઓ સાથે સ્પર્ધાત્મક સહભાગિતા સાધવા સક્ષમ છે અને ગુજરાતમાં પરંપરાગત અને આધુનિક એમ બેય વિકાસ માટેની ઊંડી ઇચ્છાશક્તિ જોગી છે. તેમ પણ ઉમેર્યું હતું
મુખ્યમંત્રી કહ્યું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે ગુજરાતે ખ્યાતી મેળવી છે. સાથોસાથ સુંદ્ર્‌ઢ ઉદ્યોગિક આંતરમાળખું, પ્રોએક્ટીવ પોલીસિઝ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ વિગેરેને કારણે જ દેશ અને દુનિયામાં મૂડી રોકાણો માટેનું સૌથી વધુ પસંદગીપાત્ર રાજ્ય ગુજરાત બન્યું છે એનો શ્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.
તેમણે સ્પષ્ટ કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ ૧૦મી આવૃત્તિમાં ગુજરાતની વિશિષ્ટ સિદ્ધિઓ, ક્ષમતા અને આત્મનિર્ભર ભારતની વિકાસ ગાથામાં લીડ લેવાની ગુજરાતની સજ્જતા શો કેસ કરાશે.તેમણે આ સમિટમાં સહભાગી થવા ઉદ્યોગ સંચાલકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણ, રસાયણ અને ખાતર વિભાગના મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, આ સમિટનું વિચારબીજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોપ્યું હતું. આજે જે વાઈબ્રન્ટ સમિટની સફળતા આપણે જોઈ રહ્યા છીએ તેની પાછળ પ્રધાનમંત્રીની ૨૦ વર્ષની તપસ્યા રહેલી છે.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ઉદ્યોગ વ્યાપાર કરવા માટે જરૂરી તમામ આંતરમાળખાકીય સુવિધાઓ મળી જ રહેશે પરંતુ ગુજરાતની સૌથી મોટી તાકાત ત્યાંની પરોણાગત છે.