અમરેલીની શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા સ્કૂલમાં ગઇકાલે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં શહીદ થયેલ દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવત સહિતના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિદ્યાસભા સંસ્થાના ડાયરેક્ટર હસમુખ પટેલ સહિત આચાર્યો, સ્ટાફગણ અને શાળાના વિદ્યાર્થીઓએ શહીદોના આત્માની શાંતિ માટે બે મિનીટનું મૌન પાળી પ્રાર્થના કરી હતી.