રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આગામી ૨૪ જુલાઈના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીઓ આગામી સમયમાં યોજોશે ત્યારે તેને લઈને અત્યારથી જ કેટલાક નામો સામે આવી રહ્યા છે. દેશને પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ મળે તેવી શક્યતા છે ત્યારે કેન્દ્રીય મંત્રી અર્જુન મંડા, જુઅલ ઓરાંવ, પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂ તેમજ છત્તીસગઢના રાજ્યપાલ અનુસુઈયા ઉઈકે મુખ્ય આદિવાસી નેતા છે જેમના નામ પર રાષ્ટ્રપતિ પદ માટે ચર્ચા છે.
દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ દેશને મળે તેવી શક્યતાઓ છે. અત્યાર સુધી એક પણ આદિવાસી રાષ્ટ્રપતિ દેશને નથી મળ્યા ત્યારે ખાસ કરીને લોકસભાની અંદર વિવિધ રાજ્યોને જોતા મધ્યપ્રદેશમાં ૬, ઝારખંડ ઓડિશામાં ૫-૫ લોકસભાની સીટો, ગુજરાત મહારાષ્ટ્રમાં ૪-૪ રાજસ્થાનમાં ૩-૩ બેઠકો છે.
અન્ય મિઝોરમ, ત્રિપુરા સહીતના રાજ્યોમાં પણ આદિવાસી લોકસભાની બેઠકો છે. અત્યારથી જ રાષ્ટ્રપતિ તરીકે કોનું નામ આગળ કરવું તેને લઈને ચર્ચા ચાલી રહી છે. પ્રદેશ રાષ્ટ્રીય બીજેપી અધ્યક્ષના ત્યાં આ મામલે બેઠક પણ મળી હતી.