jpg

ભારે ગરમીના કારણે લોકો પરેશાન જાવા મળીરહ્યા છે. ત્યારે સતત વધી રહેલી ગરમીના કારણે અનેક જિલ્લાઓમાં પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઇ છે, જેના કારણે હવામાન અનેપાણીના અભાવે સામાન્ય માણસની હાલત કફોડી બની છે.
ગુજરાતમાં હવામાન ખૂબ જ ગરમ રહેશે અને તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે. સાંજ અને રાત્રિના સમયે તાપમાન ૨૨ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જશે.
આ સાથે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે, જ્યારે હવે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને જાતા કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. બીજી તરફ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીનોપ્રકોપ યથાવત રહેશે છે.
હાલ સતત વધી રહેલા તાપમાનના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક-બે દિવસથી મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે. કેટલીક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ છે, તોકરા પડવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. હવામાનશાસ્ત્રીઓના મતે રાજ્યમાં સિસ્ટમ સક્રિય હોવાના કારણે હવામાનનો મિજાજબદલાઈ રહ્યો છે, ત્યાં આગામી થોડા દિવસો સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે. આ વર્ષે રાજ્યભરમાં ગરમી તેના તમામ રેકોર્ડ તોડી રહી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સતત વધી રહેલું તાપમાન સામાન્ય માણસનીહાલત દયનીય બનાવી રહ્યું છે. રાજ્યના અનેક જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે.