દેશના એરપોર્ટ પર સંભવિત આતંકવાદી ખતરાને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કરીને સુરક્ષા વધારવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ ૨૨ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન આતંકવાદી જૂથ તરફથી સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર સુરક્ષા વધારવાનો નિર્દેશ આપ્યો છે.
બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા આ સંદર્ભમાં એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આ એડવાઈઝરી જણાવે છે કે- “કેન્દ્રીય સુરક્ષા એજન્સી તરફથી મળેલી તાજેતરની માહિતીને ધ્યાનમાં રાખીને, તમામ એરપોર્ટ પરના તમામ સંબંધિત પક્ષોને એરપોર્ટ, એરસ્ટ્રીપ, એરફિલ્ડ, એરફોર્સ સ્ટેશન અને હેલિપેડ પર સુરક્ષા પગલાં વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ સિક્યુરિટી એજન્સી તરફથી મળેલી માહિતીમાં ૨૨ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ વચ્ચે આતંકવાદી જૂથો તરફથી સંભવિત ખતરો સૂચવવામાં આવ્યો છે.” પાકિસ્તાની આતંકવાદી જૂથ તરફથી ધમકી! સેન્ટ્રલ સિક્યુરિટી એજન્સી તરફથી મળેલી માહિતીમાં ૨૨ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ વચ્ચે આતંકવાદી જૂથો તરફથી સંભવિત ખતરો સૂચવવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બીસીએએસની આ એડવાઈઝરી પાકિસ્તાની આતંકવાદી જૂથની પ્રવૃત્તિઓ સંબંધિત ચોક્કસ માહિતી પર આધારિત છે. ૪ ઓગસ્ટના રોજ જારી કરાયેલ આ એડવાઈઝરીમાં,બીસીએએસએ એમ પણ કહ્યું છે કે સ્થાનિક પોલીસ, ઇન્ડસ્ટ્રીંયલ સિક્યુરિટી ફોર્સ, ઇન્ટેલિજન્સ બ્યુરો અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સંકલન જાળવવું જાઈએ.









































