એક વર્ષ બાદ કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો સમક્ષ ઝૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જોહેરાત કરી હતી. આ સાથે પીએમ મોદીએ ખેડૂતોને ઘરે પરત જવાની અપીલ પણ કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૃષિ કાયદો પાછો ખેંચ્યા બાદ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. બીજી તરફ પંજોબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પંજોબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો છે.
રાહુલ ગાંધીએ ટિવટ કરીને કહ્યુ છે કે, દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું. અન્યાય સામેની આ જીત બદલ અભિનંદન! જય હિંદ, જય હિંદના ખેડૂત! રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ત્રણેય કાળા કૃષિ કાયદાને પરત ખેંચવાની જોહેરાત લોકશાહીની જીત અને મોદી સરકારના ઘમંડની
હાર છે. છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોની ધીરજની આ જીત છે. મોદી સરકારની દૂરંદેશી અને અહંકારને કારણે સેંકડો ખેડૂતોએ જીવ ગુમાવ્યા તે દેશ ક્યારેય ભૂલી શકે નહીં. ખેડૂતોના આંદોલનમાં બલિદાન આપનારા તમામ ખેડૂતોને હું નમન કરું છું. આ તેમના બલિદાનની જીત છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે જણાવ્યુ કે, આજે પ્રકાશ દિવસના દિવસે કેવા મહાન સમાચાર મળ્યા. ત્રણેય કાયદા રદ કરવામાં આવ્યા. ૭૦૦થી વધુ ખેડૂતો શહીદ થયા. તેમની શહાદત અમર રહેશે. આવનારી પેઢીઓ યાદ કરશે કે, કેવી રીતે આ દેશના ખેડૂતોએ જીવ જોખમમાં મૂકીને ખેડૂતોને બચાવ્યા હતા. મારા દેશના ખેડૂતોને મારી સલામ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીઓ ભાજપ પર નિશાન સાધ્યું હતુ, તેમણે કહ્યું કે, દરેક ખેડૂતોને મારા અભિનંદન, જેના અથાગ પ્રયાસો કર્યા અને તે ક્રૂરતા સામે વિચલિત ન થયાં, જેમની સાથે ભાજપે વ્યવહાર કર્યો હતો. આ તમારી જીત છે. આ જંગમાં પોતાના પ્રિયજનો ગુમાવનાર તમામ લોકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના.
મહારાષ્ટ્ર સરકારનાં મંત્રી નવાબ મલિકે કહ્યું, “આજથી આ ત્રણેય કૃષિ કાયદા આ દેશમાં અઅસ્તિત્વમાં રહેશે નહીં. દેશને એક મોટો સંદેશ ગયો છે કે જો દેશ એક થાય તો કોઈપણ નિર્ણય બદલી શકાય છે. ચૂંટણીમાં હારનાં ડરથી વડાપ્રધાને ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા છે. ખેડૂતોની જીત એ દેશવાસીઓની જીત છે.”
પંજોબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે ટ્‌વીટ કર્યું, સારા સમાચાર. ગુરુ નાનક જયંતિના પવિત્ર અવસર પર, દરેક પંજોબીની માંગણીઓ સ્વીકારવા અને ૩ કાળા કાયદાને રદ કરવા માટે પીએમ મોદીનો આભાર. મને ખાતરી છે કે, કેન્દ્ર સરકાર ખેડૂતોના વિકાસ માટે સાથે મળીને કામ કરતી રહેશે.પંજોબ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ટ્‌વીટ કર્યું કે, કાળા કાયદાને રદ કરવાની સાચી દિશામાં આ એક પગલું. કિસાન મોરચાના સત્યાગ્રહને ઐતિહાસિક સફળતા મળી છે. તમારા બલિદાનને કારણે તે શક્ય બન્યું છે. રોડ મેપ દ્વારા પંજોબમાં ખેતીને પુનર્જીવિત કરવી એ પંજોબ સરકારની ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ.
હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે ટ્‌વીટ કર્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુરુ નાનક દેવજીના પ્રકાશ ઉત્સવના અવસર પર ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જોહેરાત કરવા બદલ તમામ ખેડૂત સંગઠનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવો જોઈએ અને તરત જ તેમના ધરણા બંધ કરવા જોઇએ. તમારે ઘરે જવું જોઈએ અને તમારા નિયમિત કામમાં વ્યસ્ત રહેવું જોઈએ.