દેશનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર રાજનેતાઓ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતનાં પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. આ અવસર પર નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને લખ્યું કે, પંડિત જવાહરલાલ નેહરુજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.આ વર્ષે ભારતનાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની ૧૩૨મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પંડિત જવાહરલાલ નેહરુનો જન્મ ૧૪ નવેમ્બર, ૧૮૮૯નાં રોજ અલ્હાબાદ (પ્રયાગરાજ)માં થયો હતો. આ દિવસને ભારતમાં ‘બાળ દિવર્સ તરીકે પણ ઉજવવામાં આવે છે.
મહારાષ્ટ્ર સરકારનાં મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં નેતા નવાબ મલિકે પણ ભારતનાં પ્રથમ વડાપ્રધાન નેહરુને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા છે. એનસીપી નેતાએ લખ્યું, ‘ભારતનાં પ્રથમ વડા પ્રધાન, રાજકારણી અને દૂરંદેશી વિદ્વાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.ર્ તેમણે બાળ દિવસનાં અવસરે તમામ બાળકોને અભિનંદન પણ પાઠવ્યા. મંત્રી ધનંજય મુંડેએ મરાઠીમાં ટિવટ કર્યું, ‘આધુનિક ભારતનાં શિલ્પકાર અને દેશનાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ પર હાર્દિક શુભેચ્છાઓ.
કોંગ્રેસ પાર્ટીએ પણ પંડિત નેહરુને શ્રદ્ધાંજલિ આપી છે. નેહરુ અનેક વખત કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. કોંગ્રેસ પાર્ટીએ તેના ટિવટર હેન્ડલ પર પોસ્ટ કર્યું, “દરેક શબ્દ, દરેક કાર્ય, દરેક બલિદાન, પંડિત નેહરુજીએ સાચા રાષ્ટ્રવાદનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. નેહરુએ આપણા દેશની એકતા માટે, આપણા દેશની વિવિધતા માટે, આપણા દેશની સમૃદ્ધિ માટે અતૂટ સમર્પણ દર્શાવ્યું છે.”
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન બે અલગ સ્વતંત્ર દેશો બન્યા પછી ૧૫ ઓગસ્ટ ૧૯૪૭નાં રોજ નેહરુ સ્વતંત્ર ભારતનાં પ્રથમ વડાપ્રધાન બન્યા. તેમને ૧૯૬૩માં પહેલો હાર્ટ એટેક આવ્યો હતો, બીજો જોન્યુઆરી ૧૯૬૪માં અને થોડા મહિના પછી ત્રીજો હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું. તેમની પુત્રી ઈÂન્દરા ગાંધી ૧૯૬૬ થી ૧૯૭૭ સુધી ભારતનાં વડાપ્રધાન રહ્યા હતા.