કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે દેશમાં વેક્સિનેશન ડ્રાઇવ હેઠળ અત્યાર સુધી ૧૪૧.૦૧ કરોડ કોવિડ વેક્સીન લગાવવામાં આવી છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો છેલ્લા ૫૭૯ દિવસમાં સૌથી ઓછા એક્ટિવ કેસ શનિવારે છે. દેશમાં વર્તમાનમાં કોરોનાના ૭૭,૦૩૨ એક્ટિવ કેસ છે.દેશમાં કોરોનાના કુલ કેસમાં એક્ટિવ કેસ માર્ચ ૨૦૨૦ બાદ સૌથી ઓછા થયા છે. આ સમયે સક્રિય કેસ કુલ કેસના માત્ર ૦.૨૨ ટકા છે. એટલું જ નહીં, માર્ચ ૨૦૨૦ બાદ દર્દીઓનો સાજા થવાનો દર પણ સૌથી વધુ થઈ ગયો છે. દેશમાં સ્વસ્થ થવાનો વર્તમાન દર ૯૮.૪૦ ટકા પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૭૨૮૬ દર્દી સાજા થયા છે. તો દેશભરમાં અત્યાર સુધી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા ૩,૪૨,૨૩,૨૬૩ થઈ ગઈ છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૩૮૭ લોકોના મોત થયા છે.કોરોનાની વિગત જાઇએ તો છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કેસ- ૭૨૮૬,૨૪ કલાકમાં થયેલા મૃત્યુ- ૩૮૭,એક્ટિવ કેસ- ૭૭૦૩૨,ટોટલ રિકવર- ૩,૪૨,૨૩,૨૬૩,કુલ મૃત્યુ- ૪,૭૯,૫૨૦ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૧૮૯ કેસ સામે આવ્યા  છે. આ સિવાય અત્યાર સુધી ૬૭.૧૦ કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની વાત કરીએ તો ભારતમાં ઓમિક્રોનના કુલ ૪૧૫ કેસ થઈ ગયા છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ ૧૦૮ મહારાષ્ટ્રમાં છે. રાજ્યવાર અત્યાર સુધી ઓમિક્રોનના કેટલા કેસ સામે આવ્યા છે, આ ઉપરાંત દિલ્હી-૭૯,ગુજરાત- ૪૩,તેલંગાણા- ૩૮,કેરળ- ૩૭,તમિલનાડુ- ૩૪,કર્ણાટક- ૩૧,રાજસ્થાન- ૨૨ કેસ નોંધાયા છે.