બિગ બોસ ૧૫ના ઘરમાં ગયા અઠવાડિયે મ્હ્લહ્લ દેવોલીના ભટ્ટાચાર્જી અને રશ્મિ દેસાઈ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારથી જ તેમના સંબંધો વણસી ગયા છે. આ સિવાય, વીકએન્ડ કા વારમાં હોસ્ટ સલમાન ખાને તે મુદ્દો પણ હાઈલાઈટ કર્યો હતો, જેમાં અભિજીત બિચુકલેએ ઘણીવાર દેવોલીનાને કિસ કરવા માટે કહ્યું હતું. અભિજીતે જે રીતે તેમની દીકરી સાથે વર્તન કર્યું તે જોઈને દેવોલીના ભટ્ટાચાર્જીના મમ્મી અનિમા રોષમાં છે. તે ઘૃણાસ્પદ હતું. તે જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. પહેલા મને લાગ્યું હતું કે, તે દેવોલીના સાથે નાની બહેનની જેમ વર્તે છે અને તેથી તેણે એકવાર કહ્યું હતું. પરંતુ તેણે વારંવાર કહ્યું અને તે તેના માટે કહેતો રહ્યો. જ્યારે સલમાન ખાન અને અન્ય કન્ટેસ્ટન્ટ્‌સે તેણે અગાઉ જ રિએક્ટ કરવું જોઈતું હતું તેમ કહ્યું હતું, ત્યારે હું સમજું છું કે, દેવોલીનાએ વિચાર્યું હશે કે તેણે મજોકમાં કિસની વાત કરી હશે અને તેથી તેણે અવગણ્યું હતું. પરંતુ બાદમાં તેણે મજબૂત રીતે રિએક્ટ કર્યું હતું. અભિજીત જ્યારથી શોમાં આવ્યો ત્યારથી મને તે પસંદ નથી. દેવોલીના અને રશ્મિ દેસાઈ વચ્ચે જે થયું તેનાથી પણ તેઓ ખુસ નથી. અનિમાએ જણાવ્યું હતું કે, તેમણે દેવોલીનાને પહેલાથી જ રશ્મિ અંગે ચેતવી હતી. ‘મને લાગે છે કે રશ્મિ દેસાઈ સ્વાર્થી છે. મેં દેવોલીનાને ગઈ સીઝનમાં પણ ચેતવી હતી અને તેને કહ્યું હતું કે, તેણે તેની સાથેની મિત્રતા યથાવત્ રાખવી જોઈએ નહીં. પરંતુ તેણે મને તે સમયે સારા મિત્રો હોવાનું કહ્યું હતું. તેથી મેં જવા દીધું. પરંતુ હવે મને લાગે છે કે, તેને અહેસાસ થઈ ગયો છે કે મને તેને ત્યારે કેમ ચેતવી હતી’, તેમ તેમણે કહ્યું. જો કે, બિગ બોસ ૧૫ના ઘરમાં આગામી દિવસોમાં સ્થિતિ ઠીક થઈ જોય તેવી શક્યતા છે. તેમણે આ અંગે કહ્યું હતુ કે, ‘કોઈ જોણતું નથી તેમનું પેચઅપ થઈ જોય અને તેઓ ફરીથી મિત્રો બની જોય તેવુ પણ બની શકે છે.