પાકિસ્તાન માટે રાહતના સમાચાર છે. સતત રોકડ સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) તરફથી રાહત પેકેજનો છેલ્લો હપ્તો મેળવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.આઇએમએફ ૩ બિલિયનના રાહત પેકેજની અંતિમ સમીક્ષા પર પાકિસ્તાન સાથે સ્ટાફ-સ્તરનો કરાર થયો છે. પૈસા માટે તલપાપડ પાકિસ્તાનને પેકેજના છેલ્લા હપ્તા તરીકે ૧.૧ બિલિયન ડોલરની રકમ મળશે.
સમાચાર અનુસાર, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યું કે આ કરાર આઇએમએફના એકજિક્યુટિવ બોર્ડની મંજૂરીને આધીન છે.આઇએમએફના એકજિક્યુટિવ બોર્ડે ગયા વર્ષે પાકિસ્તાન માટે ત્રણ અબજ ડાલરની રાહત વ્યવસ્થાને મંજૂરી આપી હતી. નાથન પોર્ટરની આગેવાની હેઠળની આઇએમએફ ટીમે પાકિસ્તાનના આર્થિક કાર્યક્રમની બીજી સમીક્ષા અંગે ચર્ચા કરવા ૧૪-૧૯ માર્ચ દરમિયાન ઈસ્લામાબાદની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાની અધિકારીઓ સાથે કર્મચારી સ્તરે કરાર કરવામાં આવ્યો છે.
આઇએમએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કરાર સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન અને રખેવાળ સરકાર દ્વારા તાજેતરના મહિનાઓમાં મજબૂત કાર્યક્રમ અમલીકરણને માન્યતા આપે છે. તે પાકિસ્તાનને સ્થિરતાથી મજબૂત અને ટકાઉ પુનઃપ્રાપ્તી તરફ લઈ જવા માટે ચાલુ નીતિ અને સુધારાના પ્રયાસો માટે નવી સરકારના ઈરાદાઓને પણ ઓળખે છે. વૈશ્વીક ધિરાણકર્તાએ જણાવ્યું હતું કે રાહત પેકેજની પ્રથમ સમીક્ષાથી પાકિસ્તાનની આર્થિક અને નાણાકીય સ્થિતિમાં સુધારો થયો છે, પરંતુ આર્થિક વૃદ્ધિ સાધારણ છે અને ફુગાવો પણ લક્ષ્ય સ્તરથી ઉપર છે.
આઇએમએફે એમ પણ કહ્યું કે પાકિસ્તાન આ નાણાકીય વર્ષમાં લોનને સંમત સ્તર પર રાખવા માટે ગેસ અને વીજળીના ભાવમાં વધારો કરશે.આઇએમએફએ કહ્યું કે નવી કેબિનેટની રચના પછી તરત જ બીજી સમીક્ષા કરવામાં આવશે, એવી અપેક્ષા છે કે આઇએમએફ બોર્ડ એપ્રિલના અંતમાં સમીક્ષા પર વિચાર કરશે.આઇએમએફ એ પણ જાહેરાત કરી હતી કે પાકિસ્તાને નવું મધ્યમ ગાળાનું બેલઆઉટ પેકેજ લેવા માટે રસ દર્શાવ્યો છે અને આગામી મહિનાઓમાં ચર્ચાઓ શરૂ થશે.