દેવળી ગામે શ્રી આદ્યશક્તિ સેવા ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૧૦ દર્દીઓએ લાભ લીધો હતો. દર્દીઓના ભોજન તથા પ્રચાર ખર્ચમાં ડો. રાજેન્દ્ર દાહીમાએ સહયોગ આપ્યો હતો. આ તકે ડો. રાજેન્દ્રભાઇના પરિવાર, ભરતભાઇ તથા તેમના ધર્મપત્નીનું સન્માન કરાયું હતું.