અમરેલી જિલ્લામાં પોલીસે રેતી ચોરી કરતાં ઇસમો સામે લાલ આંખ કરી છે. છેલ્લા થોડા દિવસોથી પોલીસ રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરી રહી છે. દેવળીયા ગામે શેત્રુંજી નદીના પટમાં રેતી ચોરવા આવેલો ચાલક પોલીસ આવવાની જાણ થતાં રેતી ખાલી કરી ટ્રોલી મૂકી ટ્રેકટર લઈ નાસી છૂટ્યો હતો. આરોપીએ રેતી ચોરી કરવાના ઇરાદે પોતાના હવાલા વાળુ ટ્રેકટર ટ્રોલી સાથે દેવળીયા ગામે શેત્રુંજી નદીના પટમાં ઉતાર્યુ હતું. ટ્રેકટરની ટ્રોલીમાં રેતી ભરી ત્યારે પોલીસ આવવાની જાણ થતા પોતાના હવાલા વાળા ટ્રેકટરની ટ્રોલીમાંથી રેતી ખાલી કરી ટ્રોલી કિં.રૂ.૧,૦૦,૦૦૦ મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ જે.કે.વાળા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.