ગુરૂવાર તા. ર ના રોજ અંદાજે સવા ત્રણ વાગ્યા આસપાસ અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવી હતી કે, અમરેલીથી સાવરકુંડલા જતા રોડ પર દેવળીયાના પાટીયા નજીક ખેતરની વાડમાં અચાનક આગ લાગી છે. જેના અનુસંધાને ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની રાહબરી નીચે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે તુરંત ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી. આ કામગીરી ફાયર સ્ટાફ પ્રવીણભાઈ ચૌહાણ, કૃષ્ણભાઈ ઓળકિયા, યોગેશ કણસાગરા વગેરે દ્વારા કરવામાં આવી હતી.