અમરેલી જિલ્લામાં વધુ બે લોકોએ ઝેરી દવા પીધી હતી. લાઠી તાલુકાના મુળીયાપાટ ગામે રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાની વાડીએ કપાસમાં નાંખવાની ઝેરી દવા પીતા સારવાર અર્થે ખસેડાઈ હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીના દેવળીયા ગામે રહેતા સુનિલભાઈ ભાવેશભાઈ સોલડીયા (ઉ.વ.૨૨)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા ભાવેશભાઈ ઘોહાભાઈએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે ખસેડાયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે.ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.