ધારી તાલુકાના દેવળા ખાતે કોર્ડ નં. ૮૯ની આંગણવાડીનું સ્થળ ફેરફાર કરવા ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા પ્રમાણે હાલ દેવળા ગામે કોર્ડ નં. ૮૯ની આંગણવાડી બનાવવાનું કામ મંજૂર થયેલ હોય, પરંતુ આ આંગણવાડીનું સ્થળ અમારા વિસ્તારથી આશરે ૧.પ કિ.મી. દૂર ડાભાળી રોડ, નદીના સામા કાંઠે આવેલ હોય, જેથી ૩ થી ૬ વર્ષના બાળકોને ૧.પ કિ.મી. દૂર લઇ જવા તથા લાવવામાં હાલાકી પડે તેમ છે. આથી અમારા વિસ્તારની આંગણવાડી અમારા જ વિસ્તારમાં નિશાળ પાછળ અથવા નિશાળની અંદર બનાવવામાં આવે તો અમારા બાળકોને આવવા-જવામાં સરળતા રહે, આથી સ્થળ ફેરફાર કરી આપવા રજૂઆત કરાઈ છે.