દિવાળીના વેકેશનમાં સુરત અમદાવાદ જેવા શહેરમાં વસતા અમરેલી જિલ્લાના વતનીઓ મોટી સંખ્યામાં વતન આવ્યા છે. દરમિયાન દેવળા ગામે ભાર રીક્ષા અને ફોરવ્હીલની ટક્કર થઈ હતી. આ અંગે સુરત રહેતા અને મૂળ સાવરકુંડલા તાલુકાના ખોડીયાણા ગામના સતિષભાઈ ધીરુભાઈ ધડુકે ભાર રીક્ષા નંબર જીજે ૧૧ ઝેડ ૪૬૬૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ બે દિવસ પહેલા સવારે દસ વાગ્યાની આસપાસ દેવળા ગામેથી પસાર થતા હતા ત્યારે રિક્ષા ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેનાં કારણે તેમની રીક્ષા કાર સાથે અથડાતા આશરે ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.