સાઉથના સુપર સ્ટાર જુનિયર એનટીઆર અને જાન્હવી કપૂરની ‘દેવરા’ની તેમનાં ફૅન્સ આતુરતાપૂર્વક રાહ જાઈ રહ્યાં છે. કોરટલા સિવા દ્વારા ડિરેક્ટ થયેલી આ ફિલ્મ પેન ઇÂન્ડયા રિલીઝ હશે, જે ૨૭ સપ્ટેમ્બરથી થિએટરમાં જાવા મળશે. તેનું એક ગીત લોંચ થઈ ચૂક્યું છે, જેમાં જાન્હવીના લૂક અને ડાન્સના ખૂબ વખાણ થયા છે.હવે આ ફિલ્મ અંગે નવી અપડેટ આવી છે કે ‘દેવરા’ની સેન્સરની પ્રક્રિયા મંગળવારે સાંજે પૂરી થઈ ચુકી છે, જેને સેન્સર બોર્ડે યૂએ સર્ટિફિકેટ આપ્યું છે.
ફિલ્મ રિલીઝના બે અઠવાડિયા પહેલાં તેને કલીયરન્સ મળી જવાથી ફિલ્મ મેકર્સ માટે વર્લ્ડવાઇડ રિલીઝની પ્રક્રિયા વધુ સરળ બની ગઈ છે. મંગળવારે સાંજે મુંબઈ ખાતે તેનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું હતું. જેને ફૅન્સ તરફથી પ્રાથમિક તબક્કામાં ઘણો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. જેથી મેકર્સને એવી આશા છે કે ‘દેવરા પાર્ટ ૧’ને સારું ઓપનિંગ મળી શકશે.
આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને જાન્હવી કપૂરના સ્ટાર પાવર ઉપરાંત તેમાં સૈફ અલી ખાન પણ મહત્વના રોલમાં જાવા મળશે. અનિરુદ્ધ રવિચંદરના સંગીતને તો પહેલાંથી જ ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જેથી દર્શકોની ફિલ્મ માટેની ઉત્સુકતા પણ વધી રહી છે. આ ફિલ્મ મિક્કિલિનેની સુધાકર, કોસારાજુ હરિ ક્રિશ્ના, એનટીઆર આર્ટ્‌સ અને નંદામુરી કલ્યાણ રામ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, જે વર્ષની સૌથી મોટી રિલીઝ બનશે તેવી આશા ફિલ્મ મેકર્સ સેવી રહ્યાં છે.