દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાનો સાથે અમરેલી જિલ્લા ભાજપ અગ્રણીઓએ શુભેચ્છા મુલાકાત કરી એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન અમરેલી જિલ્લાના પૂર્વ પ્રભારીમંત્રી હકુભા જાડેજા સહિત દ્વારકા જિલ્લાના પદાધિકારીઓની સાથે પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઇ કસવાળા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઇ વેકરીયા, સાંસદ નારણભાઇ કાછડીયા, ધારી – બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડીયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ છગનભાઇ શિયાળ હાજર રહ્યાં હતાં.