દેવભૂમિદ્વારકામાં છેલ્લા ૨૦થી ૨૫ વર્ષથી દરગાહમાં ચાલતી ધતિંગલીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. દરગાહમાં હાજીબાપુ સદરબાપુ અને બસીરબાપુ બંને દર શુક્રવારે જોવાનો વારો-સેવાપૂજા બદલે ન્યાજના નામે લોકો પાસે દસથી ૫૦ હજાર રૂપિયાની રકમ લઈ છેતરપિંડી કરતા હોવાનું ખુલ્યું છે. તેમના દ્વારા પશુબલીની માગણી કરવામાં આવતી હતી. ડાયાબિટીસ, પથરી, અસાધ્ય રોગ મટાડવા માટે પાણીની બોટલમાં મંત્ર બોલી માનવ જીંદગી સાથે ખિલવાડ કરનારા આ બંને બાપુ પાસે મેડીકલ લાયસન્સ હતું નહીં. દાન પેટીની બાજુમાં બેસી દુઃખી લોકોના ઉપચાર કરતા બંને બાપુ લાલ-લીલો દોરો આપી છેતરપિંડી આચરતા હતા. પીડિતોને તાવીજ, દોરા-ધાગા, જુવારના દાણા આપી બંને બાપુ ઉપચાર કરી રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું છે. જલાલશા પીરની દરગાહમાં બંને બાપુના ગોરખધંધા વિજ્ઞાન જાથાએ બંધ કરાવ્યા છે. આ મામલે પીડિતો ફરિયાદ કરવા આગળ આવે તેવી વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે. કલ્યાણપુર પોલીસ સ્ટેશનને સાથે રાખી પર્દાફાશની કામગીરી કરવામાં આવી છે.