દેવભૂમિ દેવળીયા ગામમાં રાષ્ટ્રીય પર્વ ૨૬ જાન્યુઆરીની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ડે. કલેકટર નાકિયા દ્વારા ધ્વજવંદન થયું હતું. આ તકે ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાસંગિક પ્રવચન કરીને નવીનીકરણ કરવામાં આવેલ ડબલ પટ્ટી રોડનું લોકાર્પણ કર્યું હતું. પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ રજૂ કરાઈ હતી. આંગણવાડી કેન્દ્રો દ્વારા વાનગીઓ રજૂ થઇ હતી. પોલીસ વિભાગ દ્વારા પરેડ કરવામાં આવી હતી. સરપંચ ભાવનાબેન સુખડીયા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પાણી પુરવઠા બોર્ડના કા.ઈ અને ઁય્ફઝ્રન્ અને વિવિધ વિભાગોમાંથી અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું.