દેવભૂમિ દેવળીયા ગામથી સાવરકુંડલા રોડને જોડતા ત્રણ કિ.મી. માર્ગની બંને બાજુ પર
વૃક્ષારોપણની સુંદર પહેલ કરવામાં આવી છે. શાંતાબા મેડિકલ કોલેજ, અમરેલી દ્વારા લગભગ ૩૦૦ ટ્રીગાર્ડ આપીને સહયોગ કરવામાં આવ્યો, જ્યારે ખાડા ખોદવા અને વાવેતર મનરેગા યોજના હેઠળ કરવામાં આવ્યું છે. વાવેતર માટે વડ, લીમડો, સરલ અને કરંજ જેવા રોપા જંગલખાતાના અધિકારીઓ અને કર્મચારીઓના સહયોગથી વિનામૂલ્યે મળ્યા છે.
વૃક્ષોને નિયમિત પાણી આપવા માટે દેવભૂમિ દેવળીયા વિકાસ યુવક મંડળ સુરત જવાબદારી નિભાવશે. આ સર્વાંગી સહયોગ બદલ સરપંચ ભાવનાબેન નાથાલાલ સુખડીયા તથા દેવભૂમિ દેવળીયા ગ્રામ પંચાયત તરફથી તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.