દેવભૂમિ દેવળીયા ગામના વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શાળા ન હોવાની સમસ્યા હવે દૂર થઈ છે. રાજ્ય સરકાર દ્વારા આ ગામમાં માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી છે અને આજથી ધોરણ-૯માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. આ શાળાના શુભ પ્રારંભ સમારોહમાં શિક્ષણાધિકારી કૈલાસબેન મકવાણા, દેવભૂમિ દેવળીયા સરકારી માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ લેઉવા મેડમ, સરપંચ સુખડિયા, ઉપસરપંચ ધમિષ્ઠાબેન, તાલુકા સભ્ય ભાવેશભાઈ સોલડીયા, પ્રાથમિક શાળાના આચાર્ય રિતેશભાઈ શિંગાળા અને સ્ટાફ ઉપરાંત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શાળા શરૂ થવાથી દેવભૂમિ દેવળીયા અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ માટે અપડાઉન કરવાની જરૂર નહીં પડે. આથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ ફેલાયો છે.