કુંકાવાવ-વડીયાના દેવગામ અને સારિંગપુર ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આત્મા પ્રોજેક્ટ દ્વારા અમરેલી જિલ્લામાં રાષ્ટ્રીય
પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત સમયાંતરે તાલીમનું આયોજન હાથ ધરવામાં આવે છે. પરંપરાગત ખેત પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતો ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કુંકાવાવ-વડીયાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના જીવામૃત,
બીજામૃત, ઘનજીવામૃત, અચ્છાદન અને વાપ્સા સહિત મુખ્ય પાંચ આયામ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોનું વેચાણ- માર્કેટિંગ વિશે પણ વ્યાપક સમજ આપવામાં આવી હતી.










































