કુંકાવાવ તાલુકાના દેવગામ ગામમાં નવરાત્રી મહોત્સવની ઉજવણીનો માહોલ જામ્યો હતો. આસો સુદ અગિયારસના રોજ રવિવારે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં નવદુર્ગા રાસ મંડળ દ્વારા ગામની નાની બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી.આ પવિત્ર અવસર પર આયોજિત કાર્યક્રમમાં બાળાઓએ મા અંબાના ભક્તિભાવપૂર્ણ ગરબા રજૂ કર્યા હતા. નાની બાલિકાઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને રાસ અને ગરબાની રમઝટ બોલાવી હતી, જેણે ઉપસ્થિત સૌ કોઈનું મન મોહી લીધું હતું. નવદુર્ગા રાસ મંડળના સભ્યોએ બાળાઓને લ્હાણી આપીને તેમને આશીર્વાદ આપ્યા હતા.