જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં ૨૬ નિર્દોષ લોકો પર નિર્દય રીતે અંધાધૂંધ ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. મૃતકોના આત્માની શાંતિ અર્થે ઉના તાલુકાનાં દેલવાડા ગામે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો અને વિશાળ સંખ્યામાં લોકોએ શાહી જામા મસ્જિદનાં ચોકમાં હાથ ઉપર કાળી પટ્ટી બાંધી, બે મિનિટનું મૌન પાળી પહેલગામ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી સરકાર પાસે પાકિસ્તાનનાં આતંકીઓનો સફાયો કરવા અપીલ કરવામાં આવી હતી.