વાધેલા વંશનો વીરધવળ નામનો રાજા, ધોળકા નગરમાં રાજ કરતો હતો. એ સમયે વસ્તુપાળ, તેજપાળ બેય સંપત્તિવાન હતા. અને એ બે ધનિક જૈનધર્મી સહકુટુંબ જાત્રાએ નીકળ્યા હતાં. બન્ને ફરતા ફરતા ધોળકા નગરે આવી પહોંચ્યા. વસ્તુપાળ બુદ્ધિશાળી હતો. રાજ્ય વહીવટ કરવામાં ખુબજ પારંગત હતો તો સામે તેજપાળ શૂરવીર, યુધ્ધમાં ખુબ જ પ્રવીણ હતો.
વીરધવળના ગોર મહારાજ સામદેવે બન્ને ભાઇઓની શક્તિ જાઇ. તેમનામાં વંશપરંપરાગત ઉતરી આવેલા સદગુણ જાયા અને તેમનો રાજા સાથે મેળાપ કરાવ્યો. રાજાએ ખુદ તેમના ગુણ જાઇ પ્રસન્ન થઇને તેમને પ્રધાન થવા કહ્યું.
બન્ને ભાઇઓએ કહ્યું ‘ જા કાઇની કાન ભંભેરણીથી અમારા ઉપર તમારી ખફા મરજી થાય તો અમારી પાસે હાલ જે ત્રણ લાખ રૂપિયાની અમારી મિલકત છે એ લઇને અમને જવા દેવા અર્થાત અમારૂં સર્વસ્વ લઇ લેવું નહીં. વીરધવળે વાત પસંદ કરી એમની વાત લખાણ કરી સ્વીકારતા તેઓએ મંત્રીપદ સ્વીકાર્યું.
બન્ને ભાઇએ પોતાની બહાદુરી, અક્કલ હોશિયારીથી ભોળા ભીમ પછી નબળા પડી ગયેલ પાટણને અર્થાત ગુજરાતનું રાજ્ય ઇ.સ. ૧ર૪૩માં જીતી લઇને વીરધવળનાં પુત્ર વિશળદેવને ગુજરાતનો રાજા બનાવ્યો.
હવે એકવાર બન્ને ભાઇઓ સહકુટુંબ શેત્રુંજ્ય જાત્રા કરવા નીકળ્યા. વાટમાં લુંટારૂંનો ડર લાગવાથી પોતાની પાસેનું ધન દાટવા તેમણે એક જગ્યાએ ખોદવા માંડ્યું. ખોદતાં તેમને બીજુ ધન મળ્યું. બન્ને ભાઇઓ આ બધી દોલત, સોના – ચાંદીનું હવે શું કરવું તેના વિચારમાં પડ્યા. તેજપાળની સ્ત્રી અનુપમાએ આ વાત જાણી. તેણે સલાહ આપી કે, આ ધન પર્વતની ટોચે વાપરો એટલે સૌ જાશે પણ કોઇથી લેવાશે નહીં. આ વિચાર તેમના માતુશ્રી તથા વસ્તુપાળની સ્ત્રી લલીતાદેવીને રૂચવાથી તથા બન્ને ભાઇઓને પસંદ પડવાથી તેમણે શેત્રુંજ્ય, ગીરનાર અને આબુમાં ઉત્તમ દેહરા બનાવ્યા (ઇ.સ.૧ર૩૧) તેમાં આબુના દેહરા સૌથી ઉંચી કારીગરીના છે. જે દેલવાડાનાં દેહરા નામે પ્રખ્યાત છે.
અને વિમળશાહે બંધાવેલ દેહરાની પાસે છે. તેમનો બહારનો દેખાવ એટલો બધો સામાન્ય છે કે તેમની નજીક થઇને જાનારને એમ ન લાગે કે અંદર ઉત્તમ પ્રકારની કારીગીરી હશે. પણ અંદર દાખલ થતાં આપણને એવું લાગે કે જાણે કોઇ સ્વર્ગીય સ્થળમાં આવ્યા. સર્વ સ્થળે આરસનાં પથ્થરમાં એવી તો બારીકાઇથી કોતરણી કરેલ છે કે આપણને એવું ભાસે કે સઘળુ મીણનું છે. આ કારીગરી એકવાર જાવા જેવી ખરી.
બન્ને બાજુએ બારીક કોતરણીવાળા બે ગોખલા બનાવરાવ્યા છે. તે બન્ને ગોખલા દેરાણી – જેઠાણીના ગોખલા નામે ઓળખાય છે. જેનો ખર્ચ નવ લાખ થયેલો.