યુકેની અદાલતે દુબઈના શાસકને તેની ભૂતપૂર્વ પત્ની અને તેમના બાળકોને ફ્ર૫૫૦ મિલિયન ચૂકવવાનો આદેશ આપ્યો છે, જે બ્રિટિશ ઇતિહાસમાં સૌથી મોંઘા છૂટાછેડા કરાર પૈકી એક છે.હાઈકોર્ટે કહ્યું કે શેખ મોહમ્મદ બિન રશીદ અલ-મકતુમે તેમની છઠ્ઠી પત્ની પ્રિન્સેસ હયા બિન્ત અલ હુસૈન અને તેમના ૧૪ વર્ષના બાળકોને ફ્ર૨૫૧.૫ મિલિયન ચૂકવવા પડશે. અલ જલીલા અને નવ વર્ષના ઝાયેદને ચૂકવવા પડશે ફ્ર૨૯ મિલિયનની બેંક ગેરંટી હેઠળ ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું કે બાળકોને જે કુલ રકમ મળશે તે ફ્ર૨૯ મિલિયન કરતાં વધુ કે ઓછી હોઈ શકે છે. તે વિવિધ પરિબળો પર આધાર રાખે છે જેમ કે તેઓ કેટલો સમય જીવે છે અને શું તેઓ તેમના પિતા સાથે સમાધાન કરે છે. ચાલીસ વર્ષની રાજકુમારી હયા ૨૦૧૯ માં બ્રિટન ભાગી ગઈ હતી અને તેણે બ્રિટિશ કોર્ટમાં તેમના બે બાળકોની સુરક્ષાની માંગ કરી હતી. જાર્ડનના દિવંગત રાજા હુસૈનની પુત્રી હયાએ કહ્યું કે મને પતિ દ્વારા ડરાવી રહ્યો છે. આ ઉપરાંત બે પુત્રીઓને ગલ્ફ અમીરાતમાં બળજબરીથી પરત ફરવાનો આદેશ આપ્યો હતો ,એવો આરોપ તેમણે લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે શેખ મોહમ્મદ સંયુક્ત આરબ અમીરાતના વડાપ્રધાન પણ છે. યુકેની ફેમિલી કોર્ટના જજે ઓક્ટોબરમાં ચુકાદો આપ્યો હતો કે શેખ મોહમ્મદે કાયદાકીય લડાઈ દરમિયાન પ્રિન્સેસ હયાનો ફોન હેક કરવાનો આદેશ આપ્યો હતો. જાકે, શેખ મોહમ્મદે આ આરોપને નકારી કાઢ્યો હતો