રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે દુનિયા ભારતને તેની વધતી જતી અર્થવ્યવસ્થા માટે નહીં પરંતુ તેના અધ્યાત્મિકતા જ્ઞાન માટે જાણે છે. મોહન ભાગવતે નાગપુરના શિવ મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. ભાગવતે કહ્યું હતું કે ભારત અન્ય દેશોને મદદ કરે છે, તેથી જ આપણો દેશ મહાન છે. ભારત બધા સાથે ખુશીઓ વહેંચે છે. ઉપરાંત, બધા દેશો ભારતને અધ્યાત્મિકતા જ્ઞાન પર વિશ્વગુરુ માને છે.
મોહન ભાગવતે વધુમાં કહ્યું છે કે, ‘ભારત ટૂંક સમયમાં ૩ લાખ કરોડની અર્થવ્યવસ્થા બનશે, તે કોઈ મોટી વાત નથી. ચીન, અમેરિકા જેવા અન્ય દેશો પહેલાથી જ આ હાંસલ કરી ચુક્યા છે. આ દુનિયામાં, અમેરિકા, ચીન સહિત ઘણા દેશો સમૃદ્ધ છે. પરંતુ કોઈ પણ દેશમાં ભારત જેવું અધ્યાત્મિકતા જ્ઞાન નથી.’મોહન ભાગવતે કહ્યું હતું કે, ‘અર્થતંત્ર પણ મહત્વપૂર્ણ છે પરંતુ ભારત ફક્ત અધ્યાત્મિક જ્ઞાનના મોરચે જ વિશ્વગુરુ બની શકે છે. જ્યારે આપણે આપણા બધા તહેવારો ખુશીથી ઉજવીએ છીએ, આપણી સંસ્કૃતિનું યોગ્ય રીતે પાલન કરીએ છીએ, ત્યારે જ અધ્યાત્મિકતા જ્ઞાન વધી શકે છે. આપણે પણ ભગવાન શિવની જેમ આપણા ગળામાં સાપ પહેરી શકીશું.’ ચુક્યા
આરએસએસના વડા આગળ કહે છે કે આપણે આપણી ભલાઈ બીજાઓ સાથે વહેંચવી જાઈએ. આપણે ભગવાન શિવની જેમ ત્યાગ કરવો જાઈએ. દુષ્ટતાને આપણા સુધી જ રાખવી જાઈએ. ઉપરાંત, વિશ્વમાં ચાલી રહેલા અશાંતિ પર ભાગવતે કહ્યું કે દુનિયા હાલમાં પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં, વ્યક્તિએ યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવાની જરૂર છે.









































