તાલિબાને દુનિયાને ખુલ્લેઆમ ધમકી આપતા કહ્યુ છે કે, જા વિશ્વ ઈચ્છતુ હોય કે અફઘાનિસ્તાન બીજા દેશો માટે ખતરો ના બને તો તાલિબાનની સરકારને માન્યતા આપવાની જરુર છે. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે તાલિબાન પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે કહ્યુ હતુ કે, તાલિબાનને એક જવાબદાર પક્ષ તરીકે જાવાની જરુર છે. ઉલ્લેખનીય છે કે, ચીન અને્‌ પાકિસ્તાન જેવા ગણતરીના દેશોને બાદ કરવામાં આવે તો તાલિબાનને માન્યતા આપવામાં દુનિયાના બીજા દેશોએ હજી સુધી રસ બતાવ્યો નથી.તાલિબાનને અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યે બે મહિના થઈ ચુકયા છે.

જેના પગલે તાલિબાન પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે કહ્યુ છે કે, જા તાલિબાનને માન્યતા નહીં અપાઈ તો માત્ર આ વિસ્તારમાં જ નહીં દુનિયામાં પણ સમસ્યાઓ વધશે.તાલિબાને માન્યતા મળે તે માટેની તમામ શરતો પૂરી કરી લીધી છે.દુનિયાના તમામ દેશોએ પોતાના રાજકીય દૂતાવાસ ફરી અફઘાનિસ્તાનમાં શરુ કરી દેવા જાઈએ. જાકે તાલિબાન માટે સારી વાત એ છે કે, યુરોપિયન યુનિયન ફરી અફઘાનિસ્તાનમાં પોતાનુ મિશન શરુ કરવા જઈ રહ્યુ છે.તે તાલિબાન સરકાર સાથે સબંધો શરુ કરવા માંગે છે.૨૭ સભ્યોનુ જૂથ કાબુલમાં કામગીરી શરુ કરે તેવી શક્યતા છે.