ઓસ્ટ્રોલિયાના લોવી ઈન્સ્ટિટ્યૂટેના નવા રિપોર્ટમાં કહ્યું છે કે ભારત આ સમયે એશિયાનો ચૌથો શક્તિશાળી દેશ છે.કોરોનાના કારણે એશિયામાં ચીનની શક્તિ નબળી થઈ છે. ઓસ્ટ્રોલિયાના લોવી ઈન્સ્ટિટ્યૂટે પોતાના નવા રિપોર્ટમાં કહ્યું છે કે ભારત આ સમયે એશિયામાં ચૌથો શક્તિશાળી દેશ છે. રિપોર્ટ મુજબ સૌથી વધારે અસરકારક દેશ અમેરિકા છે. તે બાદ એશિયામાં ચીન, જોપાન અને ભારતનો નંબર છે.
રિપોર્ટનું કહેવું છે કે ગત એક વર્ષ દરમિયાન ચીન, જોપાન અને ભારત જેવા એશિયાઈ દેશોની સરખામણીએ અમેરિકાની અસર વધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને રાજનીતિક સંબંધોને સારા બનાવવા ડીલ કરી છે. ત્યારે પણ મહામારીથી થયેલ તેજ રિકવરી અને ફાસ્ટ વેક્સિનેશનની ઘણી અસર પડી છે. રિપોર્ટનું કહેવું છે કે વર્ષ ૨૦૧૮ બાદ પહેલી વાર અમેરિકાએ એશિયામાં પોતાની શક્તિમાં વધારો કર્યો છે.
રિપોર્ટનું કહેવું છે કે કોરોના દરમિયાન એશિયાઈ શક્તિઓનું વર્ચસ્વ નબળું પડ્યુ છે. જેમાં સૌથી વધારે નુકસાન ચીનને થયું છે. રિપોર્ટ મુજબ ઈન્ડેક્સના અનેક સ્તર પર ચીનનું પ્રદર્શન બહું ખરાબ છે. દર વર્ષે તૈયાર થનારા આ રિપોર્ટમાં અનેક માપદંડ રાખવામાં આવ્યા છે. આ ક્રમમાં આર્થિક ક્ષમતા અને સાંસ્કૃતિક અસર જેવા વિસ્તારોમાં ચીનની શક્તિ ઘટી છે.
ભારત અંગે રિપોર્ટમાં કહેવાયું છે કે આ દેશ પર કોરોનાની ઘણી અસર પહોંચી છે. કોરોનાની પહેલા વિકાસ સ્પીડને ધક્કો લગાવે છે. ભારતને રાજનીતિક અસર અને આર્થિક સંબંધો જેવા માપદંડો પર ઝટકો લાગ્યો છે.જોકે પડકારો છતાં ભારત સમગ્ર ઈન્ડેક્સમાં ચૌથી રેંક પર છે. આનું કારણ એ છે કે ભારતની આર્થિક ક્ષમતા, સૈન્ય ક્ષમતા, સાંસ્કૃતિક અસર જેવા મોટા પાસાને માનવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની શરુઆતથી ચીન અને અમેરિકાની વચ્ચે સંબંધ તલ્ખ થતા ચાલી રહ્યા છે. ત¥કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તો કોરોનાને લઈન ચીન પર ખૂબ હુમલાવર રહ્યા હતા.