અમરેલી જિલ્લામાં મહિલાઓ સલામત ન હોય તેમ લાગી રહ્યું છે. ધારીના દુધાળા ફોરેસ્ટ હેડ ક્વાર્ટસમાં યુવતીની છેડતી કરી આંખો વડે અશ્લીલ ઈશારા કરવામાં આવ્યા હતા. જે અંગે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૂળ ખાંભા તાલુકાના ગીદરડી ગામની અને હાલ દુધાળા ફોરેસ્ટ હેડ ક્વાર્ટસમાં રહેતી યુવતીએ મૂળ જૂનાગઢના કેશોદ તાલુકાના એકલેરા ગામના અને હાલ દુધાળા ફોરેસ્ટ હેડ ક્વાર્ટસમાં રહેતા નાથાભાઈ જીવાભાઈ છેલાણા સામે કરેલી ફરિયાદ મુજબ, આરોપી તેનો પીછો કરી બિભત્સ માંગણી કરતો હતો. ઉપરાંત તેના ક્વાર્ટસ પર આવીને બાવડું પકડી છેડતી કરી હતી તથા આંખો વડે બિભત્સ ચેષ્ટા-ઈશારા કરી ગુનો કર્યો હતો. ધારી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર ડી.સી.સાકરિયા વધુ તપાસ કરી રહ્યા છે.