અમરેલી જિલ્લામાં પોલીસ શરાબીઓ પર સકંજો કસી રહી છે. જિલ્લામાંથી ૪૭ શરાબીને ઝડપીને લોકઅપની હવા ખવરાવવામાં આવી હતી. દુધાળા ચેક પોસ્ટ પરથી સુરત રહેતા બે લોકો નશાની હાલતમાં પકડાયા હતા. આ સિવાય જાફરબાદ, ખાંભા ટી પોઈન્ટ, જીરા, જાનબાઈ દેરડી, બગસરા, દામનગર, ધ્રુફણીયા, સાવરકુંડલા, રાજસ્થળી, ટીંબી ચેક પોસ્ટ, અમરેલી સહિતની જગ્યાએથી શરાબીઓને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. સાવરકુંડલામાં એક મહિલાના રહેણાંક મકાનેથી દેશી દારૂ બનાવવાનો સાત લિટર આથો મળ્યો હતો. જિલ્લામાં ૨૦ લોકો પાસેથી ૫૫ લિટરથી વધુ દેશી દારૂ સહિતનો પ્રોહિબીશન મુદ્દામાલ મળી આવ્યો હતો. તમામ સામે પ્રોહિબીશન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી.