અમરેલી જિલ્લાના વતનીઓ મોટી સંખ્યામાં સુરતમાં વસવાટ કરે છે. પ્રસંગોપાત સુરતીલાલા વતનમાં પધારતા હોય છે. આ દરમિયાન દુધાળા ચેક પોસ્ટ પરથી સુરતી નશામાં સર્પાકાર ફોર વ્હીલ ચલાવતાં ઝડપાયો હતો.
સરથાણામાં રહેતો જતીન કથીરિયા (ઉ.વ.૨૯) નામનો યુવક પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં સુરત પાસિંગની ફોર વ્હીલ સર્પાકાર રીતે આખા રોડમાં આડી અવળી ચલાવતા પકડાયો હતો. ધારી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એ.ટી.ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલા અને રાજુલામાંથી ત્રણ-ત્રણ સહિત જિલ્લામાં વિવિધ સ્થળેથી કુલ ૧૨ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જાફરાબાદમાં રહેતા એક યુવક પાસેથી દેશી દારૂ મળ્યો હતો.