અમરેલી જિલ્લામાં પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. આ દરમિયાન દુધાળા ચેક પોસ્ટ પરથી નશામાં સર્પાકાર ફોરવ્હીલ ચલાવતો અમદાવાદનો યુવક ઝડપાયો હતો. અમદાવાદના વસ્ત્રાલમાં રહેતો મહેન્દ્રસિંહ ચાવડા (ઉ.વ.૩૭) નામનો યુવક પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં સર્પાકાર ફોર વ્હીલ ચલાવતો ઝડપાયો હતો. અમરેલીમાં રહેતો અને હિરા ઘસવાનું કામ કરતો રાજેશ પાનસુરીયા (ઉ.વ.૪૦) કેફી પીણું પીધેલી હાલતમાં ટુ વ્હીલ હંકારતા મળી આવ્યો હતો. દામનગરમાં એક યુવક પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી.