કોડીનાર તાલુકાના દુદાણા ગામે ચૌહાણ પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના નવનિર્મિત મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દુદાણા અને અડવી ગામે વસવાટ કરતા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના ચૌહાણ પરિવારના સંયુક્ત ઉપક્રમે આ મંદિરનું નિર્માણ થયું છે. આગામી તા. ૩૧/૫ થી ૨/૬/૨૦૨૫ દરમિયાન ત્રણ દિવસીય આ કાર્યક્રમ વિદ્વાન શાસ્ત્રી આશિષ દાદા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થશે. તા. ૨/૬ ના રોજ આરતી બાદ મંદિર લોક દર્શનાર્થે ખુલ્લું મુકાશે અને સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.