દીવ શહેર વિસ્તારમાં અચાનક એક નર સિંહ આવી ચડયો હતો. જેને વનવિભાગ દ્વારા પકડવામાં આવ્યો હતો અને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સિંહને વનવિભાગ દ્વારા ઘણા સમયથી ટ્રેક કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. છેવટે દીવના બુચરવાડા નજીકના જંગલ વિસ્તારમાં સિંહનું લોકેશન મળતા વનવિભાગની ટીમ અને ટ્રેકરોએ મળીને સિંહને પકડી પાડ્યો હતો અને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઈ ગયા હતા.