દીવમાં મંગળવારના રોજ હાટકેશ્વર મહાદેવ મંદિર દ્વારા વૈશાખ સુદ પાંચમને મંગળવારે જગતગુરુ શંકરાચાર્યજીના જન્મ દિવસ નિમિત્તે ચાર મઠ ની ઉત્તરમાં બદ્રીનાથ જ્યોતિ મઠ, પશ્ચિમમાં દ્વારકા શારદાપીઠ, પૂર્વમાં જગન્નાથપુરી ગોવર્ધન મઠ અને દક્ષિણે કર્ણાટક ચીકમંગલૂર શ્રૃગેરી મઠ સ્થાપના કરી ધર્મગુરુ શ્રી શંકરાચાર્યજીનું પૂજન, દીપમાળા, આરતી તથા પ્રસાદીનો ઉત્સવ દીવ જિલ્લા બ્રહ્મ સમાજ સંચાલક રોહિતભાઈ આચાર્ય પ્રભુ દ્વારા ઉજવવામાં આવ્યો હતો.