દીવના નાગવા બીચના દરિયામાં કચ્છના માંડવી ગામના દીપ શાહ અને અર્શ ત્રિવેદી નામના બે યુવકો નાગવા ખોડિધાર બીચ પર ન્હાતા હતા. અચાનક દરિયાનું મોજું આવતા દીપ શાહ નામનો યુવક તણાઈ ગયો હતો અને અર્શ ત્રિવેદીએ તેને બચાવવા માટે પ્રયત્ન કર્યા હતા. પરંતું બંને મિત્રો દરિયાના પાણીના મોજામાં તણાઇ ગયા હતા, પરંતુ અર્શ ત્રિવેદીનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની દીવ ફાયર બ્રિગેડને જાણ થતાં રેસ્કયુ ટીમના જવાનો તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને દરિયામાં ગુમ થયેલ દીપ શાહ નામના યુવકની દીવ તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા તેનો મૃતદેહ મળ્યો હતો.