કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલામાં પાણીનો ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર એક કિશોરને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. દીવ પાંજરાપોળ નજીક હનુમાનના મંદિર પાસે રોનક હિતેશચંદ્ર ઉં.વર્ષ ૨૦, રહે. બાદોદકર કોલોની બાઈક એકટીવા પર જતો હતો. રોનક પાસે અયાસ મહેમુદ ખુરેશી (ઉ.વ. ૧૪)એ રીક્ષા સ્ટેન્ડ, ઘોઘલા પાસે લીફટ માંગી હતી. તેઓના એકટીવાને પાંજરાપોળ વળાંકમાં પાણીના ટાંકાના ચાલક બાબુ બીજલ રાઠોડ રહે.આલીદર તા.કોડીનાર એ અડફેટે લેતા બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા એકટીવા પરના બન્ને કિશોરને તાત્કાલિક સ્થાનિક યુવાનો દ્વારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકટીવાની પાછળ બેઠેલા ખુરેશી અયાસ મહેમુદને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર સાંભળતા જ સમગ્ર વાતાવરણ કરૂણ બન્યું હતું.