ભારત ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાર-તહેવાર અને ઉત્સવની ભૂમિનો દેશ છે. કવિ કાલિદાસે કહ્યુ છે કે, માનવી ઉત્સવ પ્રિય છે. ધર્મની સાથે જ્ઞાનની ઉપાસના કરવાનું પર્વ છે. શ્રદ્ધા અને માનવતાનું મૂલ્ય,
સંસ્કૃતિનું સંર્વધન કેળવતું પર્વ છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું પર્વ છે. આનંદ અને ઉલ્લાસનું મહાપર્વ એટલે દીપોત્સવી, દીપમાળા પ્રગટાવવાનો તહેવાર! અમાસની અંધારી રાત્રે પ્રકાશની રંગોળી બનાવવાનો તહેવાર છે. પ્રાચીનકાળમાં પ્રકાશ માટે દીવા અને મશાલો જ હાથવગી હતી તેથી આખું ગામ, ગામના બધા શેરી-મહોલ્લામાં પોત-પોતાના ઘરમાં કોડિયામાં દીપ પ્રજ્વલ્લિત કરતા.
દીવે દીવો પ્રગટાવીએ, અભણને ભણાવીએ આમ, જ્ઞાન રૂપ દીવાથી અજ્ઞાનતા દૂર કરવાની છે. માનવતાની મહેક ફેલાવવાની છે. અંધકારને ગાળો આપવા કરતા એક મીણબત્તી કે કોડીયું પ્રગટાવવાનું છે. પ્રકાશ ચોમેર ફેલાઈ જશે.
માનવાતાની મહેક ફેલાવવી તે જ મોટો ધર્મ છે. હિન્દુઓ દિવાળીના દિવસે ફટાકડા ફોડીને પ્રદૂષણ કરે છે તેમા વિવેક લાવવાની જરૂર છે. ફટાકડા પર માતાજીના ફોટા હોય જેમ કે લક્ષ્મી બોમ, માતાજીને ફોડનાર આ પાશવી લોકો કયારે સમજશે? લક્ષ્મીજી માટે લોકો કાવાદાવા કરે છે ત્યારે અણસમજુ ધર્મ અને આસ્થાને નેવે મૂકીને માતાજીના ફોટાના વિસ્ફોટ કરે છે.
જ્ઞાન સાગરનો આ દેશ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવે તે જરૂરી છે. આજે મોંઘવારીએ હરણફાળ ભરી છે. કઈ રીતે દિવાના કોડીયામાં તેલ પુરે! આપણા માટે ચિંતાનો પ્રશ્ન છે. ઉમાશંકર જાષીના શબ્દોમાં કહીએ તો ગરીબ માણસનો જ્વાળાÂગ્ન ફાટી નીકળશે તો શું પરિસ્થિતિ થશે તે વિચારવાની તાતી જરૂરિયાત છે. વિકાસના નામે વિનાશ એ પણ દિવાળી જ છે. દીપોત્સવ જ્ઞાનની વિવિધ ક્ષિતિજા સમજણ અને
માનવતાના સ્નેહ-પ્રેમ-ભાઈચારા-સદ્દભાવનાની જયોત પ્રગટાવે છે.
નવા વર્ષે શુભેચ્છા પાઠવીને ભૂલી જવુ તે દિવાળી નથી. જન્મોજન્મ પારિવારિક ભાવના-મિત્રધર્મ નિભાવવો પડશે. રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રવાદની ભાવનાનો પ્રકાશ ફેલાવવો પડશે. મારા રાષ્ટ્રનો પ્રકાશ વૈશ્વિક લેવલે પ્રસરવો જાઈએ.
પરિવારમાં દ્વેષ, ઈર્ષા, લોભ, લાલચ, પાખંડ, આડંબર, ઘમંડ જેવા આસુરી તત્વો આ પ્રકાશમાં હોમવાનું પર્વ છે. માનવતાની જયોત પ્રગટાવવી પડશે. સ્વામી વિવેકાનંદના આદર્શો અને રાષ્ટ્ર નિર્માણ માટેના મૂલ્યો કેળવવાની જરૂર છે. જનસેવા એ જ પ્રભુસેવાનો આદર્શ પ્રસ્થાપિત કરવો પડશે.
સંપ અને સુલેહ દ્વારા જ્ઞાનની ક્ષિતિજા વિસ્તારવાનું પર્વ છે. જતું કરવાની ભાવના કેળવીએ. સમજણમાં સુખ છે તેવા આદર્શો ઉભા કરવા પડશે. દિવાળી અને નવા વર્ષમાં સમાજ માટે જ્ઞાનની તૃષા ઉભી કરીએ. મહેનત કરીને ધનલક્ષ્મી પ્રાપ્ત કરીએ કોઈનું લોહી ચૂસીને કયારેય સુખી થવાતું નથી. જીવન જીવવા માટે છે. જીવનમાં આપણે કેટલાને ઉપયોગી બન્યા તે મહત્વનું છે. બાકી આપણી લીટી લાંબી કરવા બીજાની ટૂંકી કરવી તે મોટું પાપ છે.
દિવાળીનું પાવન પર્વ સમજણ અને એકતા દ્વારા સ્થાપિત કરીએ. સુખ અને દુઃખ બન્નેમાં સાથે રહીએ તે મોટી કેળવણી છે. આજે જ્ઞાનની જરૂર છે. સારા કાર્યો કરવાની આપણા બધાની નૈતિક જવાબદારી છે. માત્ર માનવ કલ્યાણની સેવા અર્થે જ્ઞાનનો દીપોત્સવ પ્રગટાવીએ તે જ દિવાળી.
આજે રોજ પેટ્રોલ-ડીઝલ અને ગેસમાં દિવાળી જ છે. રોજ ફટાકડાની જેમ ફૂટે છે. ફરીથી આપણે રવિશંકર મહારાજ અને વિનોબાની જેમ ભૂદાન-યજ્ઞ માટે પગપાળા ચાલતા થવું પડશે. પ્રભુ પરમાત્મા નવા વર્ષમાં સિદ્વિઓ-સંકલ્પો અને જ્ઞાનના પ્રકાશ થકી અજ્ઞાનતાને હણે તે જ દિવાળી.