કાન્સ ૨૦૨૨માં દીપિકા પાદુકોણનો લૂક ખુબજ સુંદર છે. કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં તે જ્યૂરી મેમ્બર તરીકે ભારતને રિપ્રેઝન્ટ કરી રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની નવી તવસીર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેનો લેટેસ્ટ લૂક શેર કરી છે. દીપિકા પાદુકોણ આ તસવીરોમાં લૂઈસ વિટન લીલા પોલ્કા-ડોટ જમ્પસૂટમાં જોઈ શકાય છે. દીપિકા તેના રેટ્રો લુકનો અહેસાસ આપી રહી છે. દીપિકાએ આ સૂટ સાથે કમર પર મેચિંગ બેલ્ટ બાંધ્યો છે. તેણીએ સફેદ પંપ જૂતા સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો. દીપિકા પાદુકોણે સિલ્વર રંગના ગળાનો હાર અને હૂપ્સ સાથે તેનો લૂકને ખુબજ સિમ્પલ રાખ્યો હતો. દીપિકા પાદુકોણના મેકઅપમાં ડાર્ક આઈશેડો, મસ્કરા, કોહલ-રિમ્ડ આંખો, બ્રોન્ઝર અને બ્રાઉન લિપસ્ટીકનો સમાવેશ થાય છે. દીપિકાએ મેસી પોનીટેલ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો. દીપિકા પાદુકોણે બેસીને ફોટોશૂટ કરાવ્યું છે. આમાં તે અલગ-અલગ પોઝ આપી રહી છે. આ તસવીરમાં તે હસતો જોઈ શકાય છે. દીપિકા પાદુકોણ પહેલી વખત ભારતીય એક્ટ્રેસ જેણએ લુઇ વીટનનાં ભારતીય બ્રાન્ડ એમ્બેસેડરનાં રૂપમાં સિલેક્ટ કરવામાં આવી છે.