લાઠીના કાંચરડી ગામે રહેતા યજ્ઞેશભાઈ રમેશભાઈ વસાણી (ઉ.વ.૩૨)એ તેમના જ ગામના બાલાભાઇ વલ્લભભાઇ વઢેળ, અક્ષયભાઇ સુરેશભાઇ વઢેળ, જતીનભાઇ સુરેશભાઇ વઢેળ તથા જનકભાઇ વલ્લભભાઇ વઢેળ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના ગામના જયરાજભાઇ ભરતભાઇ વઢેળે તેમની કૌટુંબીક કમલેશભાઇ વસાણીની દીકરીને ફોનમાં મેસેજ તથા ફોન કરીને હેરાન કરતો હતો. જેથી તેમણે જયરાજભાઇને આ બાબતે ઠપકો આપ્યો હતો. જેનું મનદુઃખ રાખી આરોપીઓએ મોટર સાયકલ સાથે આવી લોખંડના પાઇપથી ફરિયાદીને માર માર્યો હતો. તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.આર. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.