સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબીમાં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં સદગુરુદેવનાં અનન્ય ભકત એવા ઢસા ગામનાં વતની હાલ સુરત સ્થિત વિજયભાઈ ખોડાભાઈ મેઘાણીની સુપુત્રી ચિ. દ્રષ્ટિ (ઇન્ટીરીયર ડીઝાઇનર)ની તાજેતરમાં સગાઈ પ્રસંગે આવેલ ભેટ સોગાદરૂપી ૨કમ રૂ.૧,૧૧,૦૦૦ (રૂ. એક લાખ અગિયાર હજા૨) તેમનાં દાદા ખોડાભાઈ વલ્લભભાઈ મેઘાણીના હસ્તે હોસ્પિટલનાં ઉપપ્રમુખ-બી.એલ. રાજપરાને ગરીબ દર્દીઓનાં લાભાર્થે અર્પણ કરીને આજની યુવાપેઢીને પ્રેરણા મળે તેવું સેવાકાર્ય કરેલ છે. હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે વિજયભાઈ, ખોડાભાઈ વલ્લભભાઈ મેઘાણી તેમજ તેમનાં પરિવારજનોનો હદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.