દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના મોતનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. આ મામલે સીબીઆઈ તરફથી નોંધાયેલી એફઆઈઆરમાં મહારાષ્ટÙના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, તેમના પુત્ર અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે, સહિત અનેક લોકોના નામ સામેલ છે.એફઆઇઆરમાં હત્યા, ગેંગરેપ,ગુનાહિત ષડયંત્ર, પુરાવા મીટાવવા અને ખોટી જાણકારી આપવા જેવા ગંભીર આરોપોની તપાસની માંગણી કરાઈ છે.
જા કે એફઆઇઆરમાં કોઈ વ્યક્તિનું નામ હોવું એ તેને આરોપી કે દોષિત સાબિત કરતા નથી. તપાસ દરમિયાન સામે આવનારા પુરાવાના આધારે જા કોઈની ભૂમિકા નક્કી થશે. એફઆઈઆરમાં કોઈનું નામ હોવું એ પણ તેની ધરપકડનો આધાર હોતો નથી. તેનો અર્થ હાલ એટલો જ કરી શકાય કે સીબીઆઈ આ નામો સંલગ્ન પહેલુઓ અને આરોપોની તપાસ કરશે. તપાસ દરમિયાન સામે આવનારા પુરાવા, તથ્યો અને નિવેદનોના આધારે જ આગળ કાનૂની કાર્યવાહી નિર્ધારિત થશે. આ યાદીમાં સચિન વાઝે, પરમબીર સિંહ, ડીસીપી વિશાલ ઠાકુર અને તત્કાલિન મંત્રી અનિલ દેશમુખ સહિત અનેક પોલીસ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓના નામ સામેલ છે. એફઆઇઆરમાં માલવણી પોલીસ સ્ટેશન સંલગ્ન અધિકારીઓની ભૂમિકાની પણ તપાસની માંગણી કરાઈ છે. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ સાથે જાડાયેલા ડોક્ટરો, કર્મચારીઓ, ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓ અને અન્ય પોલીસ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસની માંગણી કરાઈ છે.કયા કયા આરોપ?એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે દિશા સાલિયાનના મોત પાછળ ષડયંત્ર હોઈ શકે છે અને બાદમાં કેસને દબાવવાની કોશિશ કરાઈ. તેમાં એવો પણ આરોપ છે કે મોતને આત્મહત્યાનું સ્વરૂપ આપવા માટે એક અલગ કહાની ઘડવામાં આવી અને તેને આગળ વધારવામાં આવી.કેસ સંબંધિત સરકારી રેકોર્ડ, દસ્તાવેજા અને ફાઈલોને કથિત રીતે નષ્ટ કરવા, દબાવવા કે તેમાં ફેરફાર કર્યા હોવાની પણ આશંકા જતાવવામાં આવી છે.
એફઆઇઆરમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે કેટલાક લોકોને બચાવવા માટે સરકારી કર્મચારીઓ, પોલીસ તંત્ર અને સરકારી સંસાધનોનો ઉપયોગ કરાયો.જા કે આ બધી વાતો હ્લૈંઇમાં લગાવવામાં આવેલા આરોપ છે. હજુ તેને કોર્ટમાં સાબિત તથ્યો ગણી શકાય નહીં.અનેક લોકોની ભૂમિકા તપાસના દાયરા હેઠળ
એફઆઇઆરમાં કથિત ગુનાહિત ષડયંત્ર, મોતને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ અને પુરાવાને દબાવવા કે નષ્ટ કરવાના આરોપોને લઈને લોકોની ભૂમિકાની તપાસની માંગણી કરાઈ છે. જેમાં આદિત્ય ઠાકરે, રોહન રોય, ડિનો મોરિયા, સૂરજ પંચોલી, આદિત્ય ઠાકરેનો બોડીગાર્ડ, રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તીના નામ છે. આ ઉપરાંત સચિન વાઝે, પરમબીર સિંહ, ડીસીપી વિશાલ ઠાકુર, ઉદ્ધવ ઠાકરે અને અનિલ દેશમુખ સહિત પોલીસ અને સરકારી અધિકારીઓની ભૂમિકાની પણ તપાસની માંગણી કરાઈ છે. રિજેન્ટ ગેલેક્સી બીલ્દીન્ગના સુરક્ષા ગાર્ડ્સ સહિત કેટલાક અન્ય લોકોના નામ પણ એફઆઈઆરમાં છે. જેમાં સુશીલકુમાર યાદવ, અને શિવમુરાદ ગૌતમ ઉર્ફે મુન્ના સામેલ છે. હ્લૈંઇમાં સીટના વરિષ્ઠ સભ્યો અને એ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસની માંગણી કરાઈ છે જેમની નિગરાણીમાં કથિત રીતે તપાસ અને પૂછપરછ થઈ હતી.
આ મામલે સૌથી મોટો સવાલ ધરપકડને લઈને છે. પરંતુ ફક્ત એફઆઇઆરમાં નામ નોંધાવવાથી વ્યક્તિની ધરપકડ થશે એવું હોતું નથી. એફઆઈઆર બાદ તપાસ એજન્સી પુરાવા ભેગા કરે છે. નિવેદનો નોંધે છે અને દસ્તાવેજા સહિત અન્ય પુરાવાની તપાસ કરે છે. જા કોઈ વ્યક્તિ વિરુદધ ગુનામાં સામેલ હોવાના પુરતા પુરાવા મળે ત્યારે તેના વિરુદ્ધ ધરપકડ કે અન્ય કાનૂની કાર્યવાહીની સ્થિતિ બને છે. આથી હાલ એ કહેવું યોગ્ય નથી કે એફઆઈઆરમાં નામ હોવાના કારણે ઉદ્ધવ ઠાકરે કે આદિત્ય ઠાકરેની ધરપકડ નક્કી છે.
હવે સીબીઆઈ સામે સૌથી મહત્વનો સવાલ એ હશે કે એફઆઈઆરમાં લગાવવામાં આવેલા આરોપોને સાબિત કરતા શું પુરાવા મળે છે અને અલગ અલગ લોકોની શું ભૂમિકા હતી. તપાસ એજન્સી એ પણ ચકાસશે કે શું કોઈએ કથિત ષડયંત્રમાં ભાગ લીધો, શું પુરાવા મીટાવવા કે તપાસને પ્રભાવિત કરવાની કોશિશ થઈ અને આ આરોપોને સાબિત કરવા માટે પૂરતી સામગ્રી છે કે નહીં.






































