અમરેલી કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરની અજય દહિયાની ઉપસ્થતિમાં દિશા કમિટીની બેઠકમાં કેન્દ્ર સરકારની વિભિન્ન જન કલ્યાણકારી યોજનાઓની સિદ્ધિ અંગે કમિટીના ચેરમેન અને સાંસદ નારણભાઈ કાછડીયાએ સમીક્ષા કરી તાગ મેળવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પંડયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર જાડેજા, દિશા કમિટીના સભ્યો દીપકભાઈ માલાણી, જયાબેન ગેલાણી, ચેતનભાઈ માલાણી, મોનિકાબેન કાછડીયા, દેવેન્દ્રભાઈ ધાધલ વીરજી બોરીચા સહિતના પદાધિકારીઓ અને તમામ વિભાગના અધિકારીઓ ઉપÂસ્થત રહ્યા હતા.