ગત તા.૩ માર્ચના રોજ અમરેલી જિલ્લા રમત ગમત વિભાગ
દ્વારા જિલ્લાકક્ષાનો દિવ્યાંગ બાળકોનો ખેલમહાકુંભ યોજાયો હતો. જેમાં ૧૦૦ મી. અને ર૦૦ મીટર દોડમાં બહેરા- મુંગા શાળા અમરેલીના બાળકોનો ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો હતો. આ બાળકોને પ્રોત્સાહન આપવા જિલ્લા રમત ગમત અધિકારી પૂનમબેન કુમકીયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રવિભાઈ ખેર, પ્રો.અધિકારી હરેશભાઈ વાણીયા, વશરામભાઈ તાવીયા, અશરફભાઈ પરમાર ઉપÂસ્થત રહ્યા હતા. સંસ્થાના મેને. ટ્રસ્ટી કિશોરભાઈ મહેતા અને રઘુભાઈ ભટ્ટ તેમજ સ્ટાફે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.