એરલાઈન્સ કંપની ક્યારેક માનવતા નેવી મૂકીને અણછાજતું કામ કરી નાખતી હોય છે પરંતુ આવી ઘટનાઓ પ્રત્યે સરકાર લાલ આંખ કરતી હોય છે. પોતાની ફ્લાઈટમાં દિવ્યાંગ છોકરાને ન બેસવા દેનાર ઈન્ડીગોની શાન હવે ઠેકાણે આવી ગઈ છે કારણ કે એક ગંભીર ભૂલ બદલ તેને ૫ લાખનો તગડો દંડ કરાયો છે.
૭ મેના દિવસે રાંચી એરપોર્ટ પર દિવ્યાંગ બાળકને ફ્લાઈટમાં બેસવા દેવાનો ઈન્કાર કરનાર એરલાઈન્સ કંપની ઈન્ડીગોને સરકારે તગડો દંડ ફટકાર્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ઈન્ડીગોને ૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ડીજીસીએએ પણ આ ઘટનાને લઈને કંપનીની ઝાટકણી કાઢી છે. રેગ્યુલેટરે કહ્યું કે કંપનીનો ગ્રાઉન્ડ સ્ટાફ વિકલાંગ બાળકને યોગ્ય રીતે સંભાળી શકતો નથી, ઉલટાનું તેણે પરિસ્થિતિને વધુ ખરાબ કરી દીધી. આ કિસ્સામાં, તેઓએ વધુ સંવેદનશીલતાથી કાર્ય કરવું પડ્યું હતું, જે બાળક માટે પ્રક્રિયા સરળ બનાવશે અને તેને શાંત પાડશે. કંપનીના કર્મચારીઓ આવું ન કરી શક્યા, ઉલટું આત્યંતિક પગલું ભરતા અંતે પેસેન્જરને પ્લેનમાં બેસવાની ના પાડી દેવામાં આવી હતી. “વિશિષ્ટ સંજાગોમાં અસાધારણ પગલાં લેવાં પડે છે, પરંતુ કંપનીના કર્મચારીઓ નાગરિક ઉડ્ડયનની જરૂરિયાતો (નિયમનો)ની ભાવના અને પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરી શક્યા ન હતા અને તેમ કરવામાં નિષ્ફળ ગયા હતા. જેને જાતા ડીજીસીએએ કંપનીને ૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે. સંબંધિત વિમાન નિયમોની જાગવાઈઓ હેઠળ આ દંડ ફટકારવામાં આવ્યો છે.
ઈન્ડીગો ભારતની સૌથી મોટી એરલાઈન છે. કંપનીની ઓળખ અફોર્ડેબલ ફ્લાઇટ સર્વિસ અને સમયપાલન વિશે છે. સ્થાનિક ઉડ્ડયન બજારમાં કંપનીનો હિસ્સો ૫૦ ટકાથી વધુ છે. તેના કાફલામાં ૨૦૦થી વધુ વિમાન છે. કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને માર્ગો પર અપર-એન્ડ સેવાઓ પૂરી પાડે છે.