ગત વર્ષે કોરોનાને કારણે લોકડાઉન હતું જેને કારણે ગુજરાતીઓ દિવાળીની ઉજવણી ધામધૂમથી કરી શકયા ન હતાં પરંતુ હવે ગુજરાત સંપૂર્ણપણે અનલોક થયું છે. આમ છતાં બજારોમાં ઘરાકી ન નિકળતા વેપારીઓ  નિરાશ થયા છે વેપારીઓનું કહેવુ છે કે પેટ્રોલ ડીઝલના ભાવવધારા સાથે અનેક વસ્તુઓમાં ભાવવધારો થયો છે. જેને કારણે આ વખતે પણ દિવાળી ફિક્કી જશે તેવું

ફટાકડાના વેપારીઓ કહ્યું હતું કે આ વર્ષે ફટાકડાના ભાવમાં પણ ૧૦ થી ૧૫ ટકાનો વધારો આવ્યો છે.આ વખતે બજારોમાં અવનવા ફટાકડાંનો સ્ટોક આવી ગયો છે, છતાં ખરીદીમાં મંદી રહી છે.જેને કારણે હાલ અમે નિરાશ છીએ જા કે તેમને આશા છે કે આગામી બે દિવસમાં ફટાકડાની ખરીદીમાં વધારો થશે

તેમનું કહેવુ છે કે બજારમાં અવનવી વેરાઈટના ફટાકડા તો આવ્યા છે, વેચાણ શરૂ થઈ ગયું છે. પરંતુ આ વખતે હજુ સ્કૂલો ચાલુ છે, પરીક્ષાઓ પણ લેવાઈ રહી છે, ફટાકડાના ભાવમાં વધારો થયો છે આથી  બાળકો માટે થતી છૂટક ખરીદી ઓછી છે. ફટાકડા લોકો નંગ દીઠ નહીં પણ ચોક્કસ રકમના જ ખરીદે છે. જેથી વેપારીઓનો એકંદર નફો ઘટતો હોય છે.

આ ઉપરાંત અગાઉ ચાઈનીઝ ફટાકડા બજારમાં મોટાપાયે ઘુસી જતા જેમાં નવી વેરાઈટી સાથે ભાવ સ્થાનિક માર્કેટ કરતા ઓછા હતા. પરંતુ, વેપારીઓ હવે પોતે જ ચાઈનીઝ ફટાકડા મંગાવતા નથી અને છૂટક વેપારીઓ ડમ્પ થયેલો માલ વેચતા તે પણ હવે મહદ્‌અંશે બંધ છે.