દિલ્હીમાં પ્રદૂષણ પહેલાથી જ લોકોને ગૂંગળાવી રહ્યું છે. શનિવારે સવારે ઘણા વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક એકયુઆઇ ૩૦૦ ને વટાવી ગયો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, સવારે ૧૧ વાગ્યા સુધીમાં આનંદ વિહારમાં સૌથી વધુ ૩૮૭ વાયુ ગુણવત્તા સૂચકાંક (એકયુઆઇ) નોંધવામાં આવ્યો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. બાવાનામાં ૩૧૨ એકયુઆઇ નોંધવામાં આવ્યો હતો.વધતા વાયુ પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતા, ગાઝિયાબાદ સ્થિતિ પલ્મોનોલોજિસ્ટ ડા. શરદ જાશીએ જણાવ્યું હતું કે, “એકયુઆઇ નોંધપાત્ર રીતે વધ્યો છે. આનાથી સીઓપીડી, અસ્થમા અથવા ક્ષય રોગ જેવા રોગોનો ઇતિહાસ ધરાવતા લોકોમાં શ્વસન સમસ્યાઓ વધે છે, જેના કારણે ખાંસી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો જેવા લક્ષણો જાવા મળે છે.” તેમણે ખરાબ હવા ગુણવત્તાથી પોતાને બચાવવા માટે બહારની પ્રવૃત્તિઓ દરમિયાન દ્ગ-૯૫ અથવા ડબલ સર્જિકલ માસ્ક પહેરવાની સલાહ આપી.સીપીસીબી અનુસાર, સવારે ૧૧ વાગ્યે એકયુઆઇ આઇજીઆઇ એરપોર્ટ (્૩) (૨૦૬), બુરારી ક્રોસિંગ (૨૭૨), ચાંદની ચોક (૨૬૧),આઇટીઓ (૨૭૪) અને લોધી રોડ (૨૦૦) પર નોંધવામાં આવ્યો હતો.એકયુઆઇ વાંચન સારા (૦-૫૦), સંતોષકારક (૫૧-૧૦૦), મધ્યમ પ્રદૂષિત (૧૦૧-૨૦૦), નબળા (૨૦૧-૩૦૦), ખૂબ નબળા (૩૦૧-૪૦૦) અને ગંભીર (૪૦૧-૫૦૦) માં વર્ગીકૃત કરવામાં આવે છે.








































