અમદાવાદની હવા પ્રદૂષિત બની છે. મોડી રાત્રે અને વહેલી સવારે ફેક્ટરીઓમાંથી છોડાતા ધુમાડાના કારણે હવાનું પ્રદૂષણ વધ્યું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં એકયુઆઇ ૨૫૦ થી ઉપર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, શૂન્યથી ૫૦ એકયુઆઇ હોય તો હવા સારી ગણાય છે. ૫૦થી ૧૦૦ એકયુઆઇ હોય તો ગુણવત્તા સમાન્ય ગણાય છે. ૧૦૦થી ૨૦૦ની વચ્ચે હવાની ગુણવત્તા ખરાબ કહેવાય છે.
ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે. દિવાળી પહેલા અમદાવાદની હવા પ્રદૂષિત થઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થતા હવા દૂષિત બની છે. અમદાવાદમાં હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. શિયાળાની શરૂઆત સાથે શહેરની હવા દૂષિત થઈ છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દિવાળી પહેલા અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં એકયુઆઇ ૨૫૦થી ઉપર છે. ચાંદખેડામાં એકયુઆઇ ૨૭૯, ગ્યાસપુરમાં એકયુઆઇ ૨૧૬ નોંધાયું છે. રાયખડમાં એકયુઆઇ ૨૬૭, બોપલમાં એકયુઆઇ ૨૬૧ નોંધાયું છે. આ પરથી લાગી રહ્યું છે કે,દિવાળી દરમિયાન એકયુઆઇનો આંકડો વધી શકે છે. અમદાવાદીઓ ઝેરી હવા લેવા મજબૂર બન્યા છે.
ગુજરાત જેમ જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે તેમતેમ ગુજરાતમાં રહેવુ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ મોંઘવારીને કારણે રહેવુ મોંઘું, તો બીજી તરફ શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગોની ચીમનીઓ ધુમાડો ઓકી રહી છે. જેને કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે. ૮૦ થી ૧૨૦ ઈન્ડેક્સ હોય તો એવરેજ નબળી અને ૧૨૦ થી ૩૦૦ ઈન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાં આવે છે. અમદાવાદમાં પણ બેદરકારીના કારણે હવા સતત ઝેરી બની રહી છે. હાઈવે નિર્માણના કારણે ત્રણ ગણું પ્રદૂષણ વધ્યું છે. હાઈવે પરની હવા શ્વસન સંબંધી બીમારીઓ નોતરી રહી છે.